Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO: ખેડબ્રહ્માના ધારાસભ્ય મહત્વની બેઠક દરમિયાન અચાનક ભોંયતળીયે બેસી ગયા, અને પછી...

સાબરકાંઠા જીલ્લાની સંકલન સમિતિની મહત્વની બેઠક દરમ્યાન જ વિધાનસભાના વિપક્ષી દંડક અને ખેડબ્રહ્માના ધારાસભ્યએ બેઠક દરમ્યાન ભોંયતળીયે જ બેસી જઇને વિરોધ નોંધાવ્યો હતો. સંકલન સમિતીમાં વિરોધ કરવા માટે નિચે પલાંઠી વાળી એક કલાક જેટલો સમય  બેસી રહીને ધરણાં ધરતા બેઠક ની કામગીરી જ અટકી રહી હતી અને આખરે કલેકટરે તપાસના આદેશ આપતા જ આખરે મામલો થાળે પડ્યો હતો. ધારાસભ્ય ફંડની ગ્રાન્ટની રકમને બારોબાર જ આયોજન અધીકારીએ ફાળવણી કરી દઇ કોન્ટ્રાકટરો સાથે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો

VIDEO: ખેડબ્રહ્માના ધારાસભ્ય મહત્વની બેઠક દરમિયાન અચાનક ભોંયતળીયે બેસી ગયા, અને પછી...

શૈલેષ ચૌહાણ, હિંમતનગર: સાબરકાંઠા જીલ્લાની સંકલન સમિતિની મહત્વની બેઠક દરમ્યાન જ વિધાનસભાના વિપક્ષી દંડક અને ખેડબ્રહ્માના ધારાસભ્યએ બેઠક દરમ્યાન ભોંયતળીયે જ બેસી જઇને વિરોધ નોંધાવ્યો હતો. સંકલન સમિતીમાં વિરોધ કરવા માટે નિચે પલાંઠી વાળી એક કલાક જેટલો સમય  બેસી રહીને ધરણાં ધરતા બેઠક ની કામગીરી જ અટકી રહી હતી અને આખરે કલેકટરે તપાસના આદેશ આપતા જ આખરે મામલો થાળે પડ્યો હતો. ધારાસભ્ય ફંડની ગ્રાન્ટની રકમને બારોબાર જ આયોજન અધીકારીએ ફાળવણી કરી દઇ કોન્ટ્રાકટરો સાથે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો

કાલે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા, 3171 કેન્દ્રો પર 11 લાખ ઉમેદવારો આપશે એક્ઝામ

વધુ વિગતો માટે જુઓ video

ધારાસભ્યની પોતાની ગ્રાન્ટ પણ અધીકારીઓ જ બારોબાર જ વાપરી નાંખતા હોય તેવો કિસ્સો આક્ષેપ સાથે સામે આવ્યો છે. ખેડબ્ર્હમાના ધારાસભ્ય ની ગ્રાન્ટના સાંઇઠ લાખ રુપીયા બારોબાર જ કોન્ટ્રાકટરોને ભ્રષ્ટાચાર દ્રારા ધારાસભ્યને અંધારામાં રાખી ફાળવી દેવાયાનો આક્ષેપ કરી વિરોધ કરતા સંકલન સમિતીના બેઠકમાં જાણે કે સ્તબ્ધતા છવાઇ ગઇ હતી. વિધાનસભાના દંડક અને ખેડબ્રહ્મા મત વિસ્તારના ધારાસભ્ય અશ્વીન કોટવાલે આજે સંકલન સમિતીની બેઠકમાં હાજરી આપવા માટે આવ્યા હતા. પરંતુ હાજરી એવી આપી હતી કે અધીકારીઓ માટે શુ સવાલ જવાબ કરવા એ વાત કરતા જાણે કે પરસેવો વળી ગયો હતો અને બેઠક શરુ થવાને બદલે થંભી જ ગઇ. દંડ અશ્વીન કોટવાલે પોતાની ફાળવેલી બેઠક પર બેસવાને બદલે જ સીધા જ પોતાની ફાઇલો લઇને રાઉન્ડ ટેબલના વચ્ચે રહેલી જગ્યામાં ભોયતળીયે બેસી ગયા હતા અને પોતાની વાત નો વિરોધ અધીક કલેકટર સમક્ષ રજુ કર્યો હતો. જેને પગલે કલેકટર અને ડીડીઓ જેવા ઉચ્ચ અધીકારીઓ પણ બેઠકમાં હાજર થવાને બદલે પોતાની ચેમ્બરમાં જ બેસી રહ્યા હતા. એક કલાક લગી દંડક કોટવાલે ભોયતળીયે બેસી રહેતા આખરે કલેકટરે અધીક કલેકટરને મારફતે આક્ષેપો સાંભળીને નિરાકરણ લાવવા માટે કલેકટરની ચેમ્બરમાં જવાબદાર અધીકારીઓને હાજર રાખીને બેઠક લીધી હતી અને આખરે તપાસ કરવા માટેના આદેશો આપી ફાળવેલ ગ્રાન્ટને સ્થગીત કરવા માટે હુકમ કરતા જ મામલો થાળે પડ્યો હતો.

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ

ધારાસભ્ય ની વાત ને જો માનીએ તો જીલ્લા આયોજન અધીકારીએ ધારાસભ્યની ગ્રાન્ટની રકમમાંથી જ સાંઇઠ લાખ રુપીયાના વિકાસના કામોને બારોબાર જ કોન્ટ્રાકટરોને પોતાની મનસુબી મુજબ ફાળવી દીધા.. અને ધારાસભ્ય મુજબ રાજ્યના તમામ ધારાસભ્યોએ પણ પોતાના ફંડની રકમના કામને પણ ચોકસાઇ પુર્વક ચકાસવા માટે આ ઘટનાને લઇને સલાહ પણ આપી દીધી કારણ કે અધીકારીઓ પોતાના દોઢ ટકાની રકમને લઇને બારોબાર જ પ્રજાના હીતના બદલે કોન્ટ્રાકટરોના હીતમાં ફાળવી દઇ શકે છે. જોકે અશ્વીન કોટવાલે અનોખી રીતે વિરોધ કરતા જ હવે મામલો તપાસના દાયરામાં આવ્યો છે અને તપાસમાં ગેરરીતી નિકળે છે કે ધારાસભ્યના આક્ષેપ કરેલા દાવા કેટલા સાચા નિકળે છે તે તપાસના અંતે જ સામે આવશે. જોકે શાંત રીતે વિરોધને પગલે એક કલાક સુધી સંકલન સમિતીમાં થયેલા વિરોધના શાંત હંગામાને થાળે પાડવા એસપી અને અધીક કલેકટર સહીતના અધીકારીઓએ વાતને થાળે પાડવા માટે મથામણ કરવી પડી હતી. જીલ્લા આયોજન અધીકારીએ જોકે પોતે યોગ્ય જ કર્યુ હોવાનુ ગણાવ્યુ હતુ પરંતુ આ પહેલા મીડીયા થી દુર ભાગવા માટે લોબીમાં અધીકારીએ દોટ લગાવી દીધી હતી.

જુઓ LIVE TV

એક તરફ પ્રજા વિકાસના કામો માટે પોતાના જ ચુંટાયેલા પ્રતિનિધીઓ સામે આશા લગાવી બેઠી હોય છે પરંતુ રાજકીય પક્ષ ગમે તે હોય પરંતુ અધીકારીઓ પણ પોતાના ફાયદા માટે જાણે કે નેતાઓને પણ અંધારામાં રાખવાનો આ કીસ્સો પ્રકાશમાં આવતા નેતાઓએ પણ હવે અધીકારીઓથી ચોકસાઇ રાખવા જેવી છે એ આક્ષેપો પર થી લાગી રહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More